બેટી બચાવો-બેટી પઢાવો ના સંદેશાના બેનરો સાથે પાલનપુરના 24 યુવાન અને એક યુવતી સાયકલ લઈને ઉજ્જૈન પહોંચ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બેટી બચાવો – બેટી પઢાવો’ ના સંદેશાના બેનરો લઈને હેલ્ધી ફેન્સ ક્લબ પાલનપુરના 24 યુવાનો તથા એક યુવતી 4 જાન્યુઆરીએ પાલનપુરથી નીકળી 529 કિ.મી. કાપી 6 જાન્યુઆરીએ ઉજ્જૈન પહોંચ્યા હતા. હેલ્ધી ફેન્સ ક્લબ પાલનપુરના ટીમના વડા ડો.અનીશ મોદીએ જણાવ્યું હતું કે 24 યુવાન તથા એક યુવતી સહિત 25 લોકો 4 જાન્યુઆરીએ પાલનપુરથી નીકળ્યા હતા.

200 કિમીની મુસાફરી કરીને ડુંગરપુર પહોંચ્યા હતા. ત્યાંથી બીજા દિવસે રાત્રિ રોકાણ સિલાના પંચાયતમાં કર્યા બાદ સામાજિક કાર્યકર્તા યુવા રાજા મોહમ્મદ,લલિત કસેરા, બિટ્ટુ ઠાકુર, લખન ચંદેલ,અશોક કસેરા,અતુલ કસેરા, દિનેશ સોનીએ ટીમનું સ્વાગત કર્યું હતું.જે બાદ ત્યાંથી ઉજ્જૈન જવા નીકળ્યા હતા.6 તારીખે ઉજ્જૈન પહોંચીને દર્શન કરી હાજર લોકોને બેટી બચાવો બેટી પઢાવોનો તથા સ્વાસ્થ્ય બાબતે ફીટનેશ જાળવવાનો સંદેશો આપી 8 જાન્યુઆરીએ પાલનપુર પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.