વડગામ ના શેરપુરા હાઇવે ઉપર ટ્રક ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતાં ૨૪ ગૌવંશ ને બચાવાયા
પવિત્ર શ્રાવણ માસ પૂર્વે જીવદયા પ્રેમીઓ સક્રિય બન્યા: ટ્રક માં ઘાસચારો કે પાણી ની વ્યવસ્થા વગર ક્રૂરતા પૂર્વક મુંગાપશુ ને લઈ જવાતાં હતા. પોલીસે એક ની અટકાયત કરી વડગામ તાલુકા ના શેરપુરા (મ) હાઇવે ઉપર થી પસાર થતી ટ્રક માંથી ગેરકાયદેસર ખીચોખીચ ભરી શનિવારે કતલખાને લઈ જવાતાં ૨૪ ગૌવંશ ને જીવદયા પ્રેમી ઓ એ ઝડપી પાડી મૂંગા પશુઓ ના જીવ બચાવ્યા હતા. છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત જીવ દયા પ્રેમીઓ સક્રીય બનતા શેરપુરા થી અમદાવાદ કતલખાને લઈ જવાતાં ગૌવંશ ને છાપી નજીક શેરપુરા મજાદર હાઇવે ઉપર બાતમી આધારે શેરપુરા ના બે જીવદયા પ્રેમીઓ એ એક ટ્રક નો પીછો કરી ટ્રક ને ઉભી રાખવી તલાસી લીધી હતી. દરમિયાન ટ્રક માં ખીચોખીચ ભરેલ ૨૪ ગૌવંશ ને ઝડપી પાડી છાપી પોલીસ ને જાણ કરતા એએસઆઈ ઉદેસિંહ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી કરી ક્રૂરતા પૂર્વક ઘાસચારા તેમજ પાણી ની સગવડ વિના ૨૪ ગૌવંશ મળી આવતા પોલીસે ટ્રક સહિત ગૌવંશ મળી કુલ રૂ. ૯૮ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક મિશ્રિલાલ મનિરામ પાલ ગડરિયા રહે. બસંત પીપળી જી.નાસિક , મહારાષ્ટ્ વાળા ની અટકાયત કરી હતી. જ્યારે ગૌવંશ ને ડીસા પાંજરાપોળ ખાતે મુકવા માં આવ્યા હતા. પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.