થરાદના ડોડગામમાંથી ૨૨ વર્ષીય યુવતી ગુમ થતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના ડોડગામમાં પિતાના ઘરેથી એક પરિણીત યુવતી ગુમ થઇ જવા પામી હતી. આ અંગે યુવતીના ભાઇ મખદુમ કરીમભાઇ ઘાંચી રહે. એ પોલીસને જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત રોજ સાંજના વાળુપાણી કરી રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે પરિવારજનો તેમના ઘરે સુતેલ હતા. આ વખતે તેની બહેન અફસાના ઉં.વ.૨૨ પણ જોડે ખાટલામાં સુતેલ હતી. સવારના છ વાગ્યાના સુમારે મખદુમભાઇએ જાગીને જોતાં અફસાના ખાટલામાં જણાયેલ ન હતી.આથી તેણે માતા પિતાએ સાથે મળીને અફસાનાની આજુબાજુ અને સગાસંબંધીઓમાં શોધખોળ કરી હતી.પરંતુ કોઇ ભાળ મળી ન હતી.
અફસાનાના લગ્ન રાધનપુર મુકામે રહેતા મોહમદસાજીદ ગનીભાઇ ઘાંચી સાથે દોઢેક વર્ષ અગાઉ થયેલ હતા. ત્યાં પણ ખાત્રી કરતાં મળી આવી ન હતી. રાત્રીના સમયે ઘરે કોઇને કહ્યા વગર કયાક જતી રહ્યા બાબતની જાહેરાતના આધારે થરાદ પોલીસે ગુજરાતી તથા હીન્દી ભાષા જાણતી અને ધોરણ ૯ સુધી ભણેલ તથા લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ અને આશરે પાંચેક ફુટની ઉચાઇ ધરાવતી ઘઉંવર્ણી અને પાતાળા બાંધાના વર્ણનની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને ચકચાર મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.