5 ડિસેમ્બર મતદાનના દિવસે જિલ્લામાં 2000 લગ્ન, મતદાન ઉપર અસર થવાની પૂરેપૂરી શક્યતા

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તારીખ 5 ડિસેમ્બર 2022ના દિવસે થવાનું છે. લોકશાહીના આ પર્વે 100 ટકા મતદાન થાય તે માટે તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ મતદારોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. જોકે, બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જ 2000 લગ્નોના મૂૂર્હૂત હોવાથી મતદાન ઉપર સીધી અસર થવાની પુરેપુરી શક્યતાઓ છે.વિધાનસભાની ચૂંટણીઓ આવે હવે માત્ર એક માસનો જ સમય બાકી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગીન પ્રક્રિયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

બીજી તરફ વહિવટીતંત્ર અને ચૂંટણીતંત્ર દ્વારા આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે સેલ્ફી પોઇન્ટ સહિત અન્ય માધ્યમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં 5 ડિસેમ્બરે મતદાનમાં મોટી ઓટ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે શાસ્ત્રી બાલકૃષ્ણ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, આ વખતે લગ્નના મૂર્હુત 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર 2022 સુધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.