કાંકરેજના ચાંગાની સુજલામ સુફલામ કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર તાલુકાના ચાંગાથી સુજલામ સુફલામ કેનાલમાં બુધવારે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં વરસાદ ન પડતાં ખેતીના પાકો મુરજાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં પશ્વિમ વિસ્તારમાં ખેતીના પાકોને જીવતદાન મળે તે માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે અંતર્ગત ચાંગા ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ પર આવેલ ચાંગા રામપુરા નર્મદા પ્રોજેક્ટથી ગતરોજ સુજલામ સુફલામ કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતુ. જ્યાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી અમીભાઇ દેસાઈ, ભરતસિંહ વાઘેલા, અખાભાઈ પટેલ, હરદસભાઈ પટેલ, પોપટજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.