થરાદ પંથકના શખ્સ પાસેથી ૨૦ ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની એસઓજી પોલીસે થરાદ સાંચોર રોડ પર શુક્રવારની રાત્રે મેકેડ્રોંન ડ્રગ્સ સહિત ૨ લાખ ૨૫ હજારના મુદ્દામાલ સાથે થરાદના દુધવા ગામના શખસની અટકાયત કરી દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરહદી રેન્જ ભુજના ૈંય્ઁ જે.આર.મોથલીયા તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મનપ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અંતર્ગત પોલીસ અધીક્ષક તરૂણકુમાર દુગ્ગલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ઝાલા તથા ટીમના સિકંદરખાન , વિષ્ણુજી ,ગીરીશભારથી ,દિલીપભાઈ, ભરતસિંહ, દલપતસિહ , પરસોત્તમભાઈ, દિલીપસિંહ, નરભેરામ, ઘેમરભાઈ તથા સરદારભાઈ વિગેરે થરાદ સાંચોર હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન શુક્રવારની રાત્રે થરાદના વારા ગામના પાટીયા પાસે એક નંબર પ્લેટ વગરના શંકાસ્પદ મોટર સાયકલ ઉભું રખાવી ચેક કર્યું હતું. દરમ્યાન મોટર સાયકલ સવાર માલસિગભાઈ જીવાજી ચૌહાણ રહે.દુધવા તા.થરાદ જી. બનાસકાંઠાની તપાસ કરતાં તેના શર્ટના ખિસ્સામાંથી બિનઅધિકૃત રીતે રાખેલ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) ૨૦ ગ્રામ કિ.રૂ.૨,૦૦,૦૦૦ નું મળી આવ્યું હતું. જે મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) ગાંધવ સાંચોર ખાતે રહેતા પ્રકાશ બિશનોઈ પાસેથી લાવેલનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) તથા હીરો? મોટરસાયકલ તથા બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ કિં.રુ.૨,૨૫,૭૮૦નો મુદામાલ તપાસ અર્થે કબ્જે લીધો હતો. તેમજ ઉપરોક્ત માલસિગભાઈ જીવાજી ચૌહાણ રહે.દુધવા તા.થરાદ તેમજ પ્રકાશ બિશનોઈ રહે.ગાંધવ સાંચોર (રાજસ્થાન) હાજર મળી આવેલ ન હોઇ બંને વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.