વાવમાં મોબાઇલની દુકાનના CCTV પર પ્લાસ્ટિક ચડાવી 2 લાખની તસ્કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવમાં આવેલ ઠાકર દ્વારા શોપિંગમાં આવેલ ચિત્રોડ નામની મોબાઇલની દુકાનમાં સોમવારની મધરાતે કોઈક અજાણ્યા શખ્સો દ્વારા શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં દુકાનના સી સી કેમેરા પર ઝભલું પહેરાવી હાડડ્રિક્સના ડેટા ડિલીટ માર્યો હતો. અને દુકાનમાં પડેલ 91 હજાર રોકડ રકમ 10 જેટલા મોબાઈલ મળી રૂપિયા 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.

વહેલી સવારે સફાઈ કામદારો આવતા દુકાનનું શટર તૂટેલું હોઈ દુકાન માલિક પ્રવિણસિંહ સોલંકીને જાણ કરી હતી. જેમણે જાણ કરતાં વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. આ અંગે દુકાન માલિક પ્રવિણસિંહ સોલંકીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.