પાલનપુરના વેપારી સાથે ૨.૩૦ લાખની ઓનલાઇન ઠગાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરના માર્બલના વેપારી સાથે એક શખ્સે રૂપિયા ૨.૩૦ લાખની ઓન લાઇન ઠગાઇ આચરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરાઈ હતી. જેને પગલે સાઇબર ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી વેપારીને એમના નાણાં પરત અપાવ્યા હતા.
પાલનપુર ખાતે રહેતા એક માર્બલના વેપારીના ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. જેમાં એ શખ્સે જણાવ્યું હતુ કે, હું તમારો સબંધી બોલુ છુ. અને મારી બેનને અકસ્માત થયો હોઇ ઇમરજન્સી પેમેન્ટની જરૂર હોવાથી સારવાર માટે નાણાં મોકલજો આથી આ વેપારીએ અલગ અલગ બેંક એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા ૨,૩૦,૦૦૦ ઓન લાઇન ટ્રાન્સફર કર્યા હતા.
જોકે, તે બાદ તપાસ કરતાં પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાયું હતુ. આથી આ અંગે બનાસકાંઠા સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પી. એચ. પરમારે સ્ટાફના શૈલેષભાઇ, હિતેશભાઇ, મહેશભાઇ, વનાભાઇ, આશિષકુમાર અને શિલ્પાબેન સાથે તપાસ કરી ગણતરીના દિવસોમાં ગૂનાનો ભેદ ઉકેલી વેપારીને એમના ખાતામાં નાણાં પરત અપાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.