અંબાજીના બેડાપાણી જંગલ વિસ્તારમાં 19 મકાનો પાડી નાખતા કલેકટરને રજૂઆત કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ફોરેસ્ટ વિભાગ દ્વારા અંબાજીના બેડાપાણી જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોના 19 જેટલા ઘર દબાણને લઈ તોડી પાડવામાં આવ્યા હતા. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ધારણા કર્યા હતા જે બાદ ઉકેલ ના આવતા આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા બેડાપાણી ગામમાંમાં ફોરેસ્ટ વન વિભાગ દ્વારા 19 જેટલાં આદિવાસી પરિવારોના ઘર દબાણને લઈ તોડી પાડ્યા હતા. જે બાદ આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની માંગણીને લઈ રજુઆત કરવા પહોંચ્યા હતા. જેમાં અધિકારી પર પોલીસ દ્વારા ફરિયાદ ન લેતા આદિવાસી સમાજના આગેવાન અંબાજી પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા હતા. પરંતુ બે દિવસ સુધી નિકાલ ન આવતા આખરે ગામ લોકો અને આગેવાનો કલેક્ટર કચેરી કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા હતા.


અંબાજી નજીક આવેલા બેડાપાણી આદિવાસી સમાજના જે 19 જેટલા ઘરોને તોડી પાડવામાં આવ્યા અને 19 જેટલા પરિવારના ઘરવિહોણા થયા છે. જે ન્યાયની માંગ કરી રહ્યા છે. જેને લઈ તો સાથે સાથે ફોરેસ્ટ વિભાગ પર કાર્યવાહી થવી જોઈએ જેવી માંગ આદિવાસી સમાજના લોકો કરી હતી જોકે જિલ્લા કલેક્ટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.આ અંગે આદિવાસી સમાજ યુવા આગેવાન ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે, બેડાપાણી ગામમાં વનવિભાગ દ્વારા ગરીબ 19 પરિવારના મકાન પાડી દીધા છે. ઘણા લોકોના દાવા ચાલુ છે. તેમ છતાં એમ છતાં દબાણનું નામ લઇ અગાઉના દિવસે નોટિસો આપી એમના મકાન પાડી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત અમે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ ધારણા પણ બેઠેલા અને ફરિયાદની માંગણી કરેલી અંબાજી પોલીસ સ્ટેશને અમારી કોઈ ફરિયાદ ના સાંભળતા આજે કલેક્ટર કચેરી આવી 19 પરિવારોની અમારાં આગેવાનો સાથે રજુઆત કરવામાં આવી છે. અમારા જે લોકો ને વિસ્થાપિત કર્યા છે તેમને ત્યાં સ્થાપિત કરવામાં આવે અને જે લોકો જોડે અન્યાય થયો છે જે લોકોના ખોટી રીતે ઘર પાડી દીધા છે એ લોકોના ઘર ઉભા કરવામાં એમને મિલકતનું જે નુકસાન કર્યું છે એ વળતર આપવામાં આવે એવી લાગણી માંગણી છે આવનારા સમય માં જોવાનું છે કે અમને ન્યાય મળે છે કેનહીં જો ન્યાય નહિ મળે તો આવનારા સમય માં જેપણ આંદોલન કરવા પડે કે ઉપવાસ કે પછી રસ્તા રોકવા પડશે તો અમે કરશુ જેની જવાબદારી તંત્રની રહેશે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.