ભાભરના બલોધણ ગામે ૫.૭૨ લાખના મુદ્દામાલ સાથે ૧૨ આરોપીઓને ઝડપાયા : ૫ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર : બાતમી આધારે સરહદી ભુજ રેન્જ આઇ.જી.સુભાષ ત્રિવેદીની સૂચનાથી સાઈબર ક્રાઇમ સરહદી રેન્જ ભૂજ ટીમે બલોધણ ગામની સીમમાં કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હતું ત્યાં અચાનક ત્રાટકતાં ધાણીપાસનો હારજીતનો જુગાર રમતા બાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા. તેમજ પાંચ જુગારીયાઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બલોધણ જુગારધામ ઉપર સરહદી રેન્જ ભૂજ ટીમે સફળ રેડ પાડી હોવાની જાણ ભાભરમાં થતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે જુગારધામ ઉપરથી રૂપિયા ૪૮ હજાર રોકડા ૧૧ નંગ મોબાઈલ કિંમત રૂ.૨૪૦૦૦ પાંચ લાખ ની લકઝરીસૅ કાર સાથે કુલ ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ૧૭ જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ૧૨ આરોપીને કસ્ટડીમાં મુકવામાં આવ્યા હતા.જ્યારે ૫ ફરાર આરોપીને ઝડપી પાડવા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.