ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ ઉપર થી વિદેશી દારૂ બોટલ 155 મળી ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો
ધાનેરાના નેનાવા ચેક ઉપર દરમિયાન બાતમી વાળી સ્વીફટ ગાડી સફેદ કલરની આવતા તપાસ કરતા અંદરથી 155 વિદેશી દારૂ બોટલ કિંમત રૂપિયા 37,835તથા મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા ચાર લાખની સિફ્ટ ગાડી સાથે મળી કુલ 4,42,835 નિ સાથે આરોપી ડ્રાઇવર ધોલારામ આશુરામ વિસનોઈ.રહેવાસી ખોખર ઉંમર વર્ષ 20 બીછાવડી તાલુકો સાચોર રાજસ્થાન વાળાને અટક કરી વધુ તપાસ ધાનેરા પોલીસ ચલાવી રહી છે આ ઓપરેશનમાં ધાનેરાના પીઆઇ એ.ટી.પટેલ તથા એલસીબીના પીઆઇ તથા સ્થાફ ના રમેશભાઈ,ભુરાભાઈ, કુલદીપસિંહ ,ભીખાભાઈ હરેશભાઈ, પ્રકાશભાઈ વગેરે નાકાબંધી કરી માલ પકડી પાડ્યો હતો.