બનાસકાંઠા લોકસભા સીટ પર 14 ઉમેદવારો મેદાને જંગમાં
ફોર્મ ચકાસણીમાં ડમી સહિત ત્રણ ઉમેદવારોના મળી 10 ફોર્મ રદ: 24 ફોર્મ પૈકી 10 ઉમેદવારી ફોર્મ રદ: બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારો દ્વારા 24 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જે ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસ ના 2 ડમી ઉમેદવાર સહિત એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ મળી કુલ 10 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. આમ, ફોર્મ ચકાસણીના અંતે 14 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે.
2-બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત 9 રાજકીય પક્ષોના અને 8 અપક્ષ સહિત કુલ 17 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં 17 ઉમેદવારો પૈકી ભાજપ-કોંગ્રેસ ના 2 ડમી ઉમેદવારો અને 01 અપક્ષ ઉમેદવાર સહિત કુલ 03 ઉમેદવારોના મળી 10 ઉમેદવારી ફોર્મ રદ થતા હવે 14 ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે. જોકે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ 22 એપ્રિલ હોઈ કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
6 રાજકીય પક્ષ: 8 અપક્ષ સહિત 14 ઉમેદવાર મેદાનમાં
(1)ગેનીબેન ઠાકોર- કોંગ્રેસ.
(2)માનસુંગભાઈ પરમાર- બસપા.
(3)રેખાબેન ચૌધરી- ભાજપ.
(4)જશુભાઈ ગમાર- ભારત આદિવાસી પાર્ટી.
(5)પટેલ પિયુષભાઈ કરસનભાઈ- ભારતીય યુવાજન એકતા પાર્ટી.
(6)પ્રવિણ ઈશ્વરભાઈ ચૌહાણ- સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી.
અપક્ષ ઉમેદવાર:-
(07)ઇબ્રાહિમભાઈ પરસાણી – અપક્ષ.
(8)ચેતનકુમાર કે.ઓઝા- અપક્ષ.
(9)ચૌધરી જયશ્રીબેન અરવિંદ કુમાર- અપક્ષ.
(10)પરમાર છગનચંદ્રરાજ- અપક્ષ.
(11)બાજગ લશાભાઈ લવજી ભાઈ- અપક્ષ.
(12)રાઠોડ માવજી ભેમાજી- અપક્ષ.
(13)શ્રીમાળી અશોકભાઈ. બી. – અપક્ષ.
(14)શામજીભાઈ રાણાભાઈ ચૌધરી- અપક્ષ.
2 ડમી 1અપક્ષનું ઉમેદવારી ફોર્મ રદ: બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારોએ 24 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જોકે, ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપના ડમી ઉમેદવાર (1)દિનેશભાઇ અનાવાડિયા અને કોંગ્રેસના ડમી ઉમેદવાર (2) ભરતસિંહ વાઘેલા અને (3)ચૌહાણ દિનેશભાઈ પાતાજી- અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા 17 ઉમેદવારો પૈકી 03 ઉમેદવારોના ફોર્મ રદ થતા 14 ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે.