બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 1025 નવા પશુઓ પર રોગની અસર, 19 પશુઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 1025 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ 19 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 471 ગામોના પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 11,417 પશુઓ લમ્પી વાઇરસની ઝાપેટમાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધી 233 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લમ્પી વાઇરસના કહેર વચ્ચે વહીવટીતંત્રની ટીમોએ વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.

જિલ્લાના 14 તાલુકાઓમાં લમ્પી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 4 ગામો, અમીરગઢ તાલુકના કુલ 6, પાલનપુર તાલુકાના કુલ 16 ગામો, વડગામ તાલુકના 7 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 13 ગામ, ડીસા તાલુકાના કુલ 37 ગામો, કાંકરેજ તાલુકના કુલ 57 ગામો, વાવ તાલુકના કુલ 59 ગામો, થરાદ તાલુકાના કુલ 74 ગામો, ભાભર તાલુકાના કુલ 40 ગામો, દિયોદર તાલુકાના કુલ 51 ગામો, ધાનેરા તાલુકના કુલ 32 ગામો, સુઈગામ તાલુકાના કુલ 35 ગામો, લાખણી તાલુકાના કુલ 40 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.