ડીસા માર્કેટયાર્ડ સામેની શાંતિનગર સહિતની ૧૦ થી વધુ સોસાયટી પાણીમાં ગરકાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : નેશનલ હાઇવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રકશનની બેદરકારીના કારણે ડીસા હાઇવે પર વરસાદી પાણી ભરાતાં શાંતિનગર સહિતની ૧૦ થી વધુ સોસાયટીના રહીશો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યાં છે.
ડીસા -પાલનપુર હાઇવે પરના રાજમંદિર સર્કલથી પાલનપુર તરફના અડધા કિમી વિસ્તાર સુધી ઘણા સમયથી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. નેશનલ હાઇવે પર જ બે ફુટથી વધુ પાણી ભરાઇને પડયું રહેતાં વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઇ ઉઠ્‌યાં છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાઇ રહેતા મોટર સાયકલ, કાર, રીક્ષા જેવા વાહનો ચાલી શકતાં નથી. જેથી ડીસા માર્કેટયાર્ડ સામેની શાંતિનગર, જોખમનગર, પ્રજાપતિ નગર સહિતની ૧૦ થી વધુ સોસાયટીના રહીશો પરેશાન થઇ ઉઠ્‌યા છે. આ અંગે પ્રજાપતિ નગરના રહીશ અને બનાસ બેંકના નિવૃત્ત ઇન્સપેક્ટર અમૃતભાઇ કંબોયાએ જણાવ્યું હતું કે “રસ્તા પર ભરાતાં પાણીની સમસ્યા ઉકેલવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રકશનને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ આવ્યો નથી. ઇમરજન્સી સમયે વાહન પણ આવી શકતાં નથી. જેથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.”
આ અંગે ડીસા નગરપાલિકા ના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે “પાણીની સમસ્યાના ઉકેલ માટે હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગટર બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.