ગઢમાં આજથી ૧૦ દિવસનું સ્વયંભૂ લોકડાઉન

બનાસકાંઠા
બનાસકાંઠા

ગઢમાં કોરોના સંક્રમણને રોકવા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરંપચે તમામ લોકોને બપોરે ૨ વાગ્યા સુધી જ અવર-જવર કરવા સુચન કર્યુ છે. આ સાથે ગઢમાં કોરોના કેસો વધુ હોવાથી ગામની સુખાકારીને ધ્યાનમાં રાખી તા. ૨૨/૯/૨૦ થી તા. ૧/૧૦/૨૦ એમ કુલ ૧૦ દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજવસ્તુ જેવી કે ડેરી, ખેતી વિષયક, આરોગ્ય સેવા કરીયાણા સિવાય અન્ય ધંધા- રોજગાર બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા જણાવ્યુ છે. ૧૦ દિવસ સુધી ગામમાં જાહેર જગ્યાએ, ચોરેચૌટે કે ગઢ ગામના માર્ગો ઉપર તેમજ પાનના ગલ્લે કે દુકાનો ઉપર ભીડ કે ટોળા નહી કરવા પણ સુચન કરાયુ છે.
આ સાથે માસ્કનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સુચન કરાયુ છે. જો કોઇ હુકમનો ભંગ કરશે તો તેને દંડ તથા ગ્રામ પંચાયત અને પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.