પાલનપુરમાં રખડતા ઢોરનો આંતક યથાવત, વધુ ૧ બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં રખડતા ઢોરનો આંતક જારી રહેવા પામ્યો છે. પાલનપુર શહેર ના હનુમાન ટેકરી પર રખડતા ઢોરની અડફેટે એક બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલનપુરમાં રખડતા ઢોરની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. ત્યારે પાલનપુર નગર પાલિકાની બેદરકારીના કારણે રખડતા પશુઓને લઈને લઈને વધુ એક બાઇક સવાર અડફેટે ચડતા તેને ઇજા થઇ હતી. પાલન પુર શહેરના હનુમાન ટેકરી નજીક આજે સવારે એક બાઈક સવારને રસ્તામાં ઉભેલા ઢોરોએ અડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે પાલનપુર સિવિલ
હોસ્પિટલમાં ખસેડાયો હતો. અગાઉ પણ રખડતા ઢોરની અડફેટે ૨ વ્યક્તિઓના મોત નિપજી ચુક્યા છે. ત્યારે તંત્ર રખડતા ઢોર પર
અંકુશ મેળવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.