વડગામ તાલુકામાં દશ સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ છાપી  : બનાસકાંઠાના વડગામ તાલુકામાં એકજ દિવસમાં આઠ ગામોમાં સગર્ભા મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. વડગામ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાલુકાના વિવિધ ગામોમાંથી ત્રીસ જેટલી સગર્ભા મહિલાઓના રેન્ડમ સેમ્પલ લઈ ધારપુર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે સોમવારે મોકલવા માં આવ્યા હતા. જેનો બુધવાર સાંજે રિપોર્ટ તમામના રિપોર્ટ આવ્યા હતા. જેમાં થઈ કુલ દસ સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. તાલુકાના છાપી સહિત કુલ આઠ ગામો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય વિભાગ સહિતના તંત્રમાં મોડી સાંજે દોડધામ મચી ગઈ હતી. એકપણ મહિલાને લક્ષણ ન જણાતા કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.