બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનનું ૪૯,૨,૩૬૧ હેક્ટર જમીનમાં વાવેતર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવળ : સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્રમાં સારું નામના ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ તીડોના આક્રમણ વચ્ચે જિલ્લામાં રવી સીઝનનો કુલ ૪૯૨૩૬૧ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર સંપન્ન થવા પામ્યું છે.
બનાસકાંઠા જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારી કમળાબેન દેસાઈ પાસેથી મળતી વિગતો પ્રમાણે ડિસેમ્બર મહિનાના અંત સુધી બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનનો કુલ ૪૯૨૩૬૧ હેક્ટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે.જેમાં સૌથી વધુ થરાદ તાલુકામાં નોંધાયું છે. આ વર્ષે કેનાલોમાં ભરપૂર પાણીને લઇ થરાદ તાલુકાના ખેડૂતોઅરવી સીઝનમાં ૭૭૭૮૪ હેકટર જમીનમાં વાવેતર કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઘઉં, જુવાર, મકાઈ, રાજગરો, ચણા, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી અને ઘાસચારાનું બહોળા પ્રમાણમાં વાવેતર થયુ છે. જેમાં રાયડાનું વાવેતર સૌથી વધુ ૧૨૭૨૨૦  હેક્ટર જમીનમાં થયું છે ત્યારબાદ ઘાસચારાનું પણ ૧૧૫૦૬૮  હેક્ટર વાવેતર થવા પામ્યુ છે.
આ વર્ષે શિયાળાની શરૂઆતથી જ વાતાવરણમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે તેમ છતાં ઠંડીનું વિશેષ પ્રમાણ જળવાઈ રહેવાથી ખેતીનો પાક ખૂબ સારું જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં અનેક વાર વાદળો છવાતા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે ત્યારે જો હવે પાક લેવાના અણીના સમયે વાતાવરણમાં પલટો આવે તો ખેતીના પાકોને મોટું નુકસાન પણ થઈ શકે છે. શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ તથા વાવાઝોડાની અસર અને ત્યારબાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તીડોના ઝુડોનું આક્રમણથી ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના પાકોને થયેલ નુકશાનનું વળતર ખેડૂતોને ચૂકવવાની પણ જાહેરાત કરી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ની રવી સીઝનની સરેરાશ વાવેતર કરતા આ વર્ષે વાવેતરમાં વધારો થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.