બનાસકાંઠા જિલ્લાની 3 શાળાઓમાં અભ્યાસ કરતી દિકરીઓના હસ્તે પ્રોજેક્ટ ગૌરવનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની ૩ શાળાઓમાં અભ્યાસ કરતી દિકરીઓને માત્ર 3 રૂપિયાની નજીવી કિંમતે સેનિટરી પેડ મળી રહે તે માટે પ્રોજેક્ટ ગૌરવની શરૂઆત કરવામાં આવી છે. પાલનપુર ખાતે આવેલ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શાળામાં અભ્યાસ કરતી દિકરીઓના હસ્તે આ પ્રોજેક્ટ ગૌરવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટના પ્રાંરભથી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા પાલનપુર, મોડેલ સ્કુલ દિયોદર અને મોડેલ સ્કુલ થરાદ ખાતે અભ્યાસ કરતી દિકરીઓ જાતે જ સેનેટરી પેડ બનાવીને જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરી શકશે.

કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશ્યોલોજી એન્ડ સોશ્યોલોજી ઓફ સેનિટેશનઆ દ્વારા જિલ્લાની ત્રણ સ્કુલોમાં દિકરીઓ જાતે જ સેનેટરી પેડ બનાવી શકે તેવા મશીન અને મટીરીયલ મુકવામાં આવ્યું છે. જેનાથી દિકરીઓ હવે જાતે જ સેનેટરી પેડ બનાવીને તેનો ઉપયોગ કરી શકશે આપણી રૂઢીચુસ્ત માન્યતાઓને લીધે મહિલાઓમાં આવતા માસિક ધર્મ અંગે ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી જેના લીધે મહિલાઓમાં ઘણા રોગો પણ થાય છે. તેમણે દિકરીઓને સેનેટરી પેડના ઉપયોગ અને અન્ય શાળાઓની દિકરીઓને તેના મહત્વ વિશે સમજાવવા તથા તેના વેચાણ માટે બીજી શાળાઓનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

આજે મહિલાઓ દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે બિઝનેશમાં પણ આગળ વધે તે માટે આ સ્કુલની વિદ્યાર્થીનીઓ સેનેટરી પેડનું વેચાણ દ્વારા નવી સ્કીલની તાલીમ પણ મેળવશે.સિસાસ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ સુ સોનમ મિશ્રાએ જણાવ્યું હતું કે, શાળાના કેમ્પસમાં જ સેનેટરી નેપકીન બનાવી નજીવી કિંમતે વિદ્યાર્થીનીઓને પુરી પાડવાના પ્રોજેક્ટ ગૌરવની આજ થી બનાસકાંઠા જિલ્લાની ત્રણ શાળાઓમાં સફળતાપૂર્વક શરૂઆત કરાઇ છે. \


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.