બનાસકાંઠામાં વધુ ૩ કોરોના પોઝિટિવઃકુલ આંકડો ૧૧૦ પહોંચ્યો

બનાસકાંઠા
CORONA
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ૫ાલનપુર : સરહદી બનાસકાંઠામાં શનિવારે વધુ ૩ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કોરોના પોઝેટિવનો આંક ૧૧૦ એ પહોંચ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં શનિવારે વધુ ૩ વ્યક્ત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના માં ૧, ડીસાના રાજપુરમાં ગામે એક તેમજ ધનેરના વાસણ ગામે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૦ થવા પામી છે. જ્યારે કોરોનાથી કુલ ૫ વ્યક્તિઓના મોત થયા છે. બનાસકાંઠામાં ગઈકાલે કાંકરેજ તાલુકાના કંથેરીયા ગામના કીરીટભાઈ નરેન્દ્રભાઈ દિયોદરા, ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતા પરાગભાઈ પ્રકાશભાઈ પઢીયાર અને ધાનેરાના વાસણા ગામના ૧૦ વર્ષીય બાળક જીગ્નેશભાઈ વી વાઘેલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.