પાલનપુરમાં કાર ચાલકની નજર ચૂકવી ૨.૯૦ લાખ લઈ ગઠિયો ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ખાતે સુખબાગ રોડ જ્યોત સોસાયટી ખાતે રહેતો યુવક બે દિવસ અગાઉ અમીરરોડ સ્થિત દેનાબેન્કની શાખામાં તેમના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ૨.૯૦ લાખ ઉપાડી કારમાં મુક્યા હતા. જ્યાં આવેલા એક શખ્સે કારની પાછળ ગંદુ થયું હોવાનું કહેતા તે પાણી લેવા ગયા તે દરમિયાન ગઠિયો કારની આગળની સીટ ઉપર પડેલા નાણાં લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર ખાતે સુખબાગ રોડ જ્યોત સોસાયટી ખાતે રહેતા હિતેશકુમાર બે દિવસ અગાઉ અમીરરોડ સ્થિત દેનાબેન્કની શાખામાં તેમના શિક્ષક  પિતા હેમાભાઈ પરમારનો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળીનો ચેક વટાવી એકાઉન્ટમાંથી રૂપિયા ૨,૯૦,૦૦૦ ઉપાડી કારમાં મુક્યા હતા. જ્યાં આવેલા એક શખ્સે કારની પાછળ ગંદુ થયું હોવાનું કહેતા હિતેશભાઈ પાણી લેવા ગયા તે દરમિયાન ગઠિયો કારની આગળની સીટ ઉપર પડેલા નાણાં લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.