ધાનેરા પોલીસ સ્ટાફે સોમવારે નેનાવા ચેકપોસ્ટ ચેકીંગ દરમિયાન રાજસ્થાન નિગમની બસમાં ડ્રાઇવર પાસેથી 12 કિલો ચાંદી ઝડપી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પોલીસ સ્ટાફે સોમવારે નેનાવા ચેકપોસ્ટ ચેકીંગ દરમિયાન રાજસ્થાન નિગમની બસમાં ડ્રાઇવર પાસેથી 12 કિલો ચાંદી ઝડપી હતી. રૂ.9.88 લાખની ચાંદી જોધપુરના બે શખસોએ ડ્રાઇવરને આપી હતી પરંતુ બીલ ન હોવાથી પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.

પીઆઈ એ.ટી.પટેલ સોમવારે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી કે રાજસ્થાનની બસમાં ચાંદી આવી રહી છે. જેથી નેનાવા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રાજસ્થાનના જોધપુર ડેપોની બસ નંબર આરજે-19-પીબી-8266 માં તલાસી લેતાં ડ્રાઇવર જોડેથી બે થેલી મળી આવી હતી. જે પોલીસે ખોલતાં એકમાંથી ચાંદીના દાગીના 7 કિલો 67 ગ્રામ રૂ. 5,70,300 તથા બીજી થેલીમાંથી ચાંદીના દાગીના 5 કિલો 183 ગ્રામ મળી કુલ રૂ.9,88,568 રૂપિયાની 12 કિલો 250 ગ્રામ ચાંદી મળી આવી હતી. ડ્રાઇવર મેઘસિંગ હીરસિંગ હમીરસિંહ સોલંકી (રાજપુત) ની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે જોધપુરના મનોજભાઈ ગૌસ્વામી (રહે.સોની બજાર,જોધપુર) તથા કોમલભાઈ રાજપુરોહિત (રહે.જોધપુર) એ સવારે 9-30 વાગે આપી હતી અને જણાવ્યું હતું કે ડીસા બસ સ્ટેશન પાસે પહોંચશો એટલે બે પાર્ટી લેવા આવશે. એટલે મને ફોન કરી વાતચીત કરાવી માલ આપવાનું જણાવ્યું હતું. જેથી પીઆઈ એ.ટી.પટેલે બિલ માંગતા બીલ મળી ન આવતાં ચાંદીનો જથ્થો શંકાસ્પદ જણાતાં પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર મેઘસિંગની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.