ધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક અકસ્માતમા યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા
ધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક ગત રોજ ટ્રેકટર તેમજ બોરવેલની ચરખી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચરખીમા સવાર યુવકનું મોત થયું હતું. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ થવા પામી નથી પણ બનાવની વાત કરીએ તો ગતરોજ બોરવેલના કામે ઉપયોગમાં લેવાતી ચરખી ધાનેરા તાલુકના ભાજણા ગામ તરફથી આવી રહી હતી. તે દરમિયાન ચરખી ચાલકે ડ્રાવિંગ દરમિયાન સંતુલન ગુમાવતા મુખ્ય ધાનેરા સાંચોર હાઇવે રોડ પરથી પસાર થતા ટ્રેકટર સાથે અકસ્માત થતા ચરખી રોડ પર ઊંઘી પડી ગઈ હતી. જેની નીચે યુવક આવતા નજીકના ગ્રામજનો એ દોડી આવી યુવકને બહાર કાઠયો હતો. જો કે સારવાર થાય એ પહેલાં યુવકનું મોત થયું હતું. આ મામલે ધાનેરા પોલીસ મથકે કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ થઈ નથી પરંતુ આ ગોઝારા અકસ્માતમા કિરણ નામના યુવકનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારમા શોખ વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.