દિયાદરના સરદારપુરા ગામે ત્રણ મંદિરોના તાળા તોડી તસ્કરો ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર તાલુકાના ગામે તસ્કરોએ એક સાથે ત્રણ મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કર્યાનું સામે આવ્યું છે. ગ્રામપંચાયતની બાજુમાં શંકર ભગવાનનું મંદિર, ગોગામહારાજનું મંદિર અને રામાપીરના મંદિરનું તાળું તોડી માતાજીના શણગાર સહીત કુલ રૂ.૧,૯૦,૫૦૦ની ચોરી કરી છે. વહેલી સવારે પૂજાકાર્ય દરમિયાન ધ્યાને આવતાં પૂજારીએ સમગ્ર વિગતો સરપંચને જણાવતાં દોડધામ મચી ગઇ હતી.
 
બનાસકાંઠા જીલ્લાના દિયાદર તાલુકાના સરદારપુરા ગામે તસ્કરોએ મંદિરમાં ચોરી કરતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ પુજારીએ ગામના આગેવાન પ્રહલાદભાઇને કરી હતી. જેમાં શંકર ભગવાનના મંદિરમાં ચાંદીનું છતર ૧૦ ગ્રામનું જેની કિ. રૂ.૫૦૦ તથા ગોગા મહારાજના મંદિરમાં સોનાના છતર નંગ-૫ સાથે ૧ તોલાનો હાર કિ. રૂ.૭૫,૦૦૦, ચાંદીના છતર નંગ ૧૩૦ જે આશરે ૧૦ ગ્રામ વજનની કિ. રૂ. ૨૫,૦૦૦ તેમજ હિંગળાજ માતાની નાકની સોનાની નથણી નંગ-૧ આશરે ૫ ગ્રામ કિ.રૂ. ૧૦,૦૦૦ ચોરી કરી ગયાનું ધ્યાને આવ્યું હતું. આ સાથે તસ્કરો દાનપેટીમાં મુકેલ રોકડ રકમ ૮૦,૦૦૦ સહિત કુલ રૂ.૧,૯૦,૫૦૦ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
 
આથી ગામના આગેવાન પ્રહલાદભાઇએ મંદિરના પુજારી રામજીભાઇ રણછોડભાઇ શીલ્વા, ઠાકોર ઇશ્વરજી હિરાજી, માળી શંકરજી લાલાજી, બળદેવજી શીલ્વા તથા ગૌસ્વામી ડાહ્યાભારથી લક્ષ્મેણભારથી સહિતના દિયોદર પોલીસ મથકે પહોંચી અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. દિયોદર પોલીસ દ્રારા ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.