દાંતાના રતનપુર ત્રણ રસ્તે ગાંજા સાથે શખ્સ ઝડપાયો ઇકો ગાડી સહિત રૂ.1.86 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતાના રતનપુર ત્રણ રસ્તે ગાંજા સાથે શખ્સ ઝડપાયો ઇકો ગાડી સહિત રૂ.1.86 લાખનો મુદ્દામાલ જપ્ત: ગુજરાતની સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે. જ્યાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકો આ બોર્ડરથી પસાર થઈને ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુઓને લઈ પ્રવેશતા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં તમામ બોર્ડર ઉપર સઘન સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ વધારવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા દાંતા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ દાંતા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

દાંતાના રતનપુર ત્રણ રસ્તા ઉપર પોલીસને બાતમી મળતા ઇકો કારમાંથી 3 કિલો ગાંજો ઝડપી પડ્યો હતો. ઈકો ચાલક પોશીનાનો અનવર અબ્બાસ મેમણ જે 3 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. તેથી ઈકો ગાડી સાથે 1.86 લાખનો મુદ્દામાલ દાંતા પોલીસે કબજે કર્યો. ત્યાર બાદ પોલીસે તેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.