થરામાં કરીયાણા-શાકભાજી માર્કેટ ૧પ મી મે સુધી બંધ રહેશે : લોકોને બહાર નહી નિકળવા અપીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા : બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કોવિડ-૧૯ નો કહેર વધી રહ્યો છે. બે ના મોત અને ૬૯ પોઝીટીવ કોરોના કેસ નોધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કાંકરેજ તાલુકામાં ગત છઠ્ઠી મે ના રોજ છ કોરોના પોઝીટીવ કેસો નોધાતાં વેપારી મથક થરામાં તંત્રએ સજાગતા દાખવવાનો નિર્ણય કર્યો છે. થરા નજીકના વડા ગામે બે તથા ઈન્દ્રમાણા ગામે એક કોરોના પોઝીટીવ કેસ નોધાતાં આ વિસ્તાર સાથે જાઈન્ટ રસ્તા-માર્ગો બંધ કરી દીધા છે. ને ગઈકાલ સવારથી જ શાકભાજી-કરીયાણા સહીતની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી. દૂધ-દવાની દુકાનો નિર્ધારીત સમય સુધી ચાલુ રહેશ. તાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ તેરવાડીયા ગામડી-તાણા જે વડા

નજીક હોવાથી કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી અવર જવર અટકાવી દીધી છે. કાંકરેજ તાલુકાના વહીવટી આરોગ્ય તંત્રએ પાલીકા-ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને જાગૃત કરતાં જણાવ્યું છે કે તમારા કે તમારી આજુબાજુ કોઈ પણ બહારનો વ્યÂક્ત આવે તો તેની જાણ પાલીકા-ગ્રામ પંચાયત કે આરોગ્ય તંત્રને તાત્કાલિક કરો. શાકભાજી લારી-ટોપલા વાળાને રહેણાંક-સોસાયટી પરાં વિસ્તારમાં આવતાં અટકાવો શાકભાજી લેવાનું ટાળો બિન જરૂરી બહાર ન નીકળો બહાર ગામથી આવતા લોકોને હવે હોમ કોરેન્ટાઈન નહી પણ સરકારના નિતિ-નિયમ મુજબ અટક-ઘરપકડ કરી સરકારી કોરેન્ટાઈનમાં ચૌદ દિવસ લઈ જવામાં આવશે. એટલે સગા-સંબંધી-મિત્રવૃંદને બહાર ગામથી પોતાના વિસ્તારમાં આવવાની ચોખ્ખી ના પાડો. માસ્કનો ઉપયોગ કરો. સોશ્યલ ડીસ્ટન્સ જાળવો વારંવાર હાથ ધોવો ૧પ મી મે સુધી કોઈપણ શાકભાજી કે કરીયાણા સહીતની દુકાનો ખોલાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘરમાં જ રહો સુરક્ષિત રહેવાની હાકલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.