થરાદથી પાલનપુરની સીધી બસ ચાલુ કરવા મુસાફરોની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : કોરોનાના કહેર વચ્ચે રાજ્યસરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટના આદેશ મુજબ થરાદ ડેપો દ્વારા ગત બુધવારથી એસ.ટી. ૧૧ બસોનું સંચાલન સવારથી કરવામાં આવ્યું હતું. શરૂમાં થરાદથી ધાનેરા, સુઇગામ અને પાલનપુર માટે બે બસ તથા હિંમતનગર, ભાભર, દિયોદર અને વાવ જવા માટે એક એક બસ દોડાવવામાં આવી હતી. ત્યાર જીલ્લાના મથક પાલનપુર જવા માટે સાડા આઠથી સાંજે ચાર સુધી દર એક કલાકે એમ કુલ આઠ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે.
પરંતુ સવારે થરાદથી વાયા વાવ પાલનપુર બસ હોવાના કારણે મુસાફરોની લાંબી કતારો ટિકિટ બુકિંગ કરાવવા માટે લાગે છે. દરેક મુસાફરને પાલનપુર કામકાજ માટે જઇને પાછું આવવાની કે આગળના તાલુકાઓમાં જવાની ઉતાવળ હોય છે. વળી બસમાં માત્ર ૩૦ જ મુસાફરો બેસાડવાના હોવાના કારણે ટિકીટ મેળવવા માટે ધક્કામુક્કી થવાના કારણે શોસ્યલ ડીસ્ટન્સ જળવાતો પણ જોવા મળતો નથી. બીજી બાજુ એક બસમાં પ્રથમ ટિકીટ મેળવી લેનાર ૩૦ મુસાફરો પૈકીનાં થરાદ કે લાખણીના કોઇ પણ નજીકના ગામના હોવાના કારણે તેઓ ઉતરી ગયા બાદ નવું મુસાફર ન આવે ત્યાં સુધી અથવા તો રસ્તામાં ઉભેલા એકલ દોકલ મુસાફરે હાથ ઉંચો કરવા છતાં કંડકટર બસમાં બેસાડવાનું જોખમ ન લે તો જગ્યા બસમાં ખાલી પડી રહે છે. આ બાજુ એક કલાક પછી બસ મળવાની હોવાના કારણે મુસાફરોના સમયનો પણ વ્યય થાય છે. આથી તેમને ઉનાળાની ગરમીમાં ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આથી ડેપો દ્વારા ડાયરેક્ટ પાલનપુર બસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો કે આ અંગે ડેપોના સુત્રોનો સંપર્ક કરતાં એક એકસ્ટ્રા બસ શરૂ કરાઇ હતી તો પણ બંધ કરી દેવાઇ હતી અને પહેલી તારીખ સુધી આવી કોઇ વ્યવસ્થાનું આયોજન નહી હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.