ડીસા સહિત સમગ્ર જિલ્લામાં માંગલિક સહિત શુભ કાર્યોનો ધમધમાટ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવળ : સમગ્ર જિલ્લાભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી બાદ ૧૫ જાન્યુઆરીથી સૂર્યનું રાશિ પરિવર્તન થતાં ધનારક કમૂરતા પૂર્ણ થયા તેની સાથે જ માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત થઈ છે. છેલ્લા એક મહિનાથી ધનારક કમૂરતા હોવાથી શુભ પ્રસંગો પર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ ૧૬ જાન્યુઆરીથી અનેક વિવાહના મુર્હત રહેલા છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં માંગલિક સહિત શુભ કાર્યોનો ફરી એકવાર ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેને લઇ  લગ્નગાળાની સીઝન પુર બહાર ખિલી ઉઠશે. ઠેરઠેર લગ્ન-વિવાહ સગાઈ વાસ્તુ જેવા શુભ માંગલિક પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિવિધ મુર્હતમાં જ શુભ કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે ૧૪ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પછી કમુરતાનો સમય પૂર્ણ થતો હોય છે અને જેને લઇ શહેરી સહિત ગ્રામીણ વિસ્તારોમાં નવી રોનક જોવા મળતી હોય છે. છેલ્લા એક માસથી સુમસામ રહેલા પાર્ટી પ્લોટ મેરેજ હોલ અને વિવિધ વાડીઓ પૃનહ માનવ મેદનીથી ઉભરાઈ જશે. લગ્નસરાની સિઝન શરૂઆત થતાં બજારોમાં પણ લોકોની ભારે હલચલ જોવા મળી રહી છે અને વેપારીઓ પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી ભરપૂર માલ ખરીદી કરી રહ્યા છે અને બજાર સારુ રહશે તેવી વેપારીઓ આશા રાખી રહયા છે. નવું શરૂ થયેલ ૨૦૨૦ વર્ષમાં અધિક માસ આવે છે. આ બાબતે કેટલાક જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેવશયન ચાર મહિનાની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. ઉપરાંત હોળાષ્ટક ખરમાશ મીનમાસ અને શુક્ર અસ્ત હોવાથી શુભકાર્યોના મુહૂર્ત બહુ ઓછા છે. તેમ છતાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલ શુભ દિવસોને લઇ ફરી એકવાર માંગલિક સહિત શુભ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.