ડીસા લોકડાઉનમાં માર્ગ અકસ્માત, ઇકો-ટ્રક અથડાતાં એકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, ડીસા
 
કોરોનાને લઇ લોકડાઉન હોવા છતાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગઇકાલે બનાસકાંઠા જીલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં એક ઇસમનું મોત નિપજ્યુ હતુ. જોકે આજે વહેલી સવારે ડીસા પંથકમાં ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઇકો ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ.
 
બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં ઝેરડા-કંસારી વચ્ચે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઇકો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સર્જાયેલ અકસ્માતમાં ઇકોના ડ્રાઇવરનું કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.