ડીસા પંથકમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો ચિંતિત
રખેવાળ ન્યુઝ ભીલડી: બનાસકાંઠામાં ગત સાલે ચોમાસુ નિષ્ફળ જવા પામ્યું છે. પરિણામે ડીસા સહિતના પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા હોઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. ભૂગર્ભમાંથી સતત પાણી ઉલેચવામાં આવતું હોઈ બોર પણ નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે જિલ્લામાં ડાર્કઝોન અમલી બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની વચ્ચેની સ્થિતિમાં તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે એકમાત્ર ખેતીનો વ્યવસાય પર લોકોએ આશા મંડરાયી છે. પરંતુ ખેતીમાં પણ દિવસેને દિવસે ઉંડા જતા ભુર્ગભ જળ ને લઈ ખેડૂતોમાં પણ ચિંતાની લકીર જોવા મળી રહી છે. અને ૭૦૦ ફુટ પાણી ઉંડા જતાં ખેડૂતોને મોટી મોટરો લગાવવી પડે છે. અને ઓછી જમીન વાળા ખેડૂતોને મોટી મોટર અને કનેક્શન મોટુ હોવાથી લાઈટબીલ પણ વઘુ આવતુ હોય છે. તે આવી મોઘવારીમાં ના પોસાતા ખેડૂતોને બોર બંધ કરવાનો વારો આવ્યો છે. તો સરકાર અને વિપક્ષ પોતાનો રાજકીય રોટલો શેક્યા વગર ડાર્ક ઝોન લગાવવા આવે તેવી માંગ છે. નહીંતર આવનારા સમયમાં જળ સકંટ તોળાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત માં જ ડીસા તાલુકામાં ભુર્ગભ જળમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા વીસ દિવસમાં ખેડૂતો દ્વારા બોરવેલમાં ત્રણથી ચાર જેટલી પાઇપો નાંખવામાં આવતા ઉનાળાના પાકને જીવતદાન આપી રહયા છે. ઉપરાંત પાંચસોથી છસ્સો ફુટના અનેક બોર નિષ્ફળ ગયાનું પણ જાણવા મળી રહ્યું છે. સતત ઘટતા જતા ભુર્ગભ જળ ને લઇ ખેડૂતોને પણ આર્થિક નુકસાન થવા પામ્યુ છે. લાકડાઉનની સ્થિતિમાં દુકાનો ખુલ્લી ન હોવાથી પાઇપ કોલમના ભાવો પણ વધુ આપવા પડ્યા છે. ઉપરાંત મોટરનો કેબલ વાયર પણ મોંઘો બન્યો છે. જેથી લાક ડાઉન સ્થિતિમાં પણ ખેડૂતોને નાછૂટકે વધુ ભાવ આપીને પણ બોરવેલમાં કોલમો ઉતારવાની ફરજ પડી રહી છે. જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમના તળિયા દેખાતા સમગ્ર વિસ્તારના મથકમાં પણ ભૂગર્ભજળનું સંકટ તોળાઈ રહ્યું છે. જો આવનાર સમયમાં વરસાદ સામાન્ય થાય તો પાણીના પણ ફાંફા પડે તેવી સ્થિતિ નિર્માણ થવાની શક્યતાઓ રહેલી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સીપુ અને દોતીવાડાનો ડેમ નર્મદા નીરથી ભરવામાં આવે તો ચોક્કસ આ વિસ્તારના લોકોને ફાયદો થઇ શકે તેમ છે પરંતુ અત્યારે તો તૂટતા ભુગર્ભ જળને લઇ ખેડૂતોમાં ચિંતાની લકીરો જોવા મળી રહી છે.
Tags Banaskantha bhildi