ડીસા ઉત્તર પોલીસે નવા બસસ્ટેન્ડ વિસ્તાર માંથી વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જે.આર.મોથલીયા, પોલીસમહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા,ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ, વી.એમ.ચૌધરી, પો.ઇન્સ. પો.સ્ટે. સ્ટાફના માણસો સાથે ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. વિસ્તારમા પ્રોહી/જુગાર લગત પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે પો. કોન્સ્ટેબલ વનરાજજી પ્રતાપજી ને મળેલ બાતમી આધારે મળેલ બાતમી હકીકત આધારે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપી દલારામ ઉર્ફે દિનેશ મુળારામ જાતે.સરવણ(જાટ) રહે.લીલસર (શેરપુરા) સરણોકા તલા તા.ચૌહટન જી.બાડમેર (રાજ.) વાળા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૩૨,૮૮૦/- તથા રોકડ રકમ. રૂ.૧૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા થેલાઓ નંગ-૦૨ કીમત રૂ.૦૦/૦૦ એમ કુલ કિ.રૂ.૪૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.