ગઢ પી.એસ.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાંથી ૮ હજાર લિટર દેશી દારૂનો વોશ ઝડપાયા બાદ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગઢ પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં કોરોના વાયરસની મહા મારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોક ડાઉન વચ્ચે પણ બુટલેગરો દેશી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આ હેરાફેરીને અટકાવવા બનાસકાંઠા પોલીસવડા તરૂણકુમાર દુગલે જિલ્લામાં દેશી દારૂ તેમજ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટે કડક સૂચના આપતા ને બાબતે જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો કે પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સામઢી ગામ ખાતેથી તાજેતરમાં ૮ હજાર લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો હતો. જેમાં બાતમી આધારે રેડ કરી આર.આર.સેલની ટીમે દારૂનો જથ્થો ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સમગ્ર બનાવમાં ગઢ પોલીસની બેદરકારી સામે આવતા ફરજમાં બેદરકારી રાખવા બદલ ગઢ પી.એસ. આઇ પી.જે. રાજપુતને પોલીસ વડાએ સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ હાલમાં ગઢ પોલીસ મથકે નવા પીએસઆઇ એ.એસ. રબારીને મુકવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.