કોરોનાના કપરા કાળમાં લોક સ્વાસ્થ્ય સેવામાં અગ્રેસર બનાસ મેડિકલ કોલેજ
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા વાસીઓને ઉતમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને આધુનિક સારવાર બનાસકાંઠામાં જ મળી રહે તે હેતુથી બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસ મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ, પાલનપુરની સ્થાપના કરવામાં આવી છે. કોરોના મહામારી સમયે બનાસ મેડિકલ કોલેજે તે હેતુ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. કોરોના વૈશ્વિક મહામારીના કપરા સમયગાળામાં ખાનગી હોસ્પિટલો બંધ રહેતી હોય ત્યારે વિકટ પરિસ્થિતિમાં બનાસ મેડિક્લ કોલેજ ખાતે દર્દીઓને ૨૪ કલાક તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કાર્યરત રહી છે. કોરોનાના સંક્રમણને નાથવાના એકમાત્ર ઉપાય એવા લોકડાઉનના વિવિધ તબક્કામાં લોકો બહુ જ ઇમરજન્સી સિવાય બહાર નહોતા નીકળતા. આ સમયગાળામાં બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીના દર્દીઓમાં વધારો થયો છે. જે બાબત આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ગત વર્ષે એપ્રિલ ૨૦૧૯ માસમાં લોકડાઉન જેવી કોઈ સ્થિતિ ન હતી ત્યારે તાત્કાલિક સારવાર વિભાગમાં અકસ્માતના ૩૦ દર્દીઓ જ સારવાર માટે આવ્યા હતા. પરંતુ આ વર્ષે એપ્રિલ ૨૦૨૦માં લોકડાઉન હોવાથી અકસ્માતના કેસો ખૂબ જ ઓછા થયા હતા. જિલ્લાના બધા કેસો બનાસ મેડિકલ કોલેજ ખાતે જ આવતા હતા. ગત વર્ષ જેટલા અકસ્માતના કેસ આ સમયમાં પણ આવ્યા હતા. જેને કપરી પરિસ્થિતિમાં પણ સારવાર આપવામાં આવી હતી.
ગત વર્ષે એપ્રિલ ૨૦૧૯ માસમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ૪૮૦ દર્દીઓએ સારવાર મેળવી હતી. તેની સરખામણીમાં હાલની વિકટ પરિસ્થિતિમાં આ વર્ષે એપ્રિલ ૨૦૨૦માં લોકડાઉન હોવા છતાં દર્દીઓની સંખ્યા વધીને ૫૮૪ થયેલ જેઓને સારવાર આપવામાં આવી છે. સ્ત્રી રોગ વિભાગમાં એપ્રિલ ૨૦૧૯ માસમાં ૨૧૨ દર્દીઓ આવેલ તેમાંથી ૮૨ માતાઓને નોર્મલ પ્રસૂતિ થયેલ અને ૧૦ માતાઓને સિઝેરીયન ઓપરેશન કરવાની જરૂરિયાત પડી હતી. તેની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૦ માસમાં ૨૪૨ દર્દીઓ આવેલ તેમાંથી ૧૨૭ માતાઓને નોર્મલ પ્રસૂતિ થયેલ જયારે ૦૯ માતાઓને સિઝેરીયન ઓપરેશન કરવામાં આવેલ. જયારે આ તરફ ક્યાંક ક્યાંક કોરોના બાબતે જાગૃતિ પણ જોવા મળી હતી. નાના વેપારીઓએ આજે ઓડ ઈવન નિયમનું પાલન કરી પોતની દુકાનો બંધ રાખી હતી. જયારે કેટલાક વેપારીઓએ બિન્દાસ કોઈ ડર વગર કોરોનાને આમંત્રણ આપવા માટે નિયમોના વિરુદ્ધ જઈ આજે વેપાર કર્યો હતો. સતત બે માસથી ધધા રોજગાર બંધ હોવાથી આવક પર અસર પડી છે. પણ કોરોના બાબતે છૂટ અપાઈ છે પણ કોરોનાથી આઝાદી મળી નથી. જેથી ગંભીરતા તેમજ સાવચેતીની હજુ ધાનેરામા જરૂર વર્તાઈ રહી છે. આ તરફ ધાનેરા તાલુકામાં કોરોના કેસ બાબતે આજ દિન સુધી રાહતના સમાચાર છે. ગત એક અઠવાડિયા દરમિયાન કુલ ૧૦૩ કેસ શરદી ખાંસી તેમજ તાવના લક્ષણો દેખાય તેવા વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા એ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ તો કોરોના વાઇરસ બાબતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે પણ ધાનેરા તાલુકાની પ્રજા પણ સોસીયલ ડિસ્ટન્સ્, માસ્ક અને ખાસ દુકાને દુકાને સેનેટાઈઝરનો ઉપયોગ કરે એ પણ ખૂબ જરૂરી બની જાય છે. અત્યાર સુધી કોરોના બાબતેના કેસ વિશે ધાનેરા આરોગ્ય અધિકારી એ આંકડાકીય માહિતી આપી ધાનેરા શહેરમાં નિયમોનું પાલન થાય તે માટે શહેરીજનોને સાવધાન કર્યા હતા.