કાંકરેજના કાટેડીયા ગામેથી બોગસ તબીબ ઝડપાતાં અન્ય ઉંટવૈધો ગાયબ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા : કાંકરેજ તાલુકાનાં નગર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ તબીબોની હાટડીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ચાલી રહી છે મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસની આંખ આડા કાન કરી હપ્તાના જોરે આવી હાટડીઓ દરેક ગામમાં ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ દિયોદર તાલુકાના બે મેડિકલ ઓફિસરને ખાનગી પ્રેક્ટિસ કરતાં પકડતાં આવા બોગસ તબીબો સામે પગલાં કેમ ભરાતાં નથી તેવા સવાલો થઇ રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસના તાબાના વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હાટડી પર જિલ્લા આરોગ્ય અધિકારી ત્રાટકે એ પહેલાં તાલુકા હેલ્થ ઓફિસર જાગ્યાને જાહેરમાં ચાલતી હાટડીઓને બદલે અંતરિયાળ ગામ કાટેડીયા ગામે ધોરણ ૧૦ ભણેલાને તબીબ તરીકે દવાખાનું ચલાવતા સુબાજી કેશાજી ઠાકોરને પકડી પાડતાં તાલુકામાં મેસેજ થઈ જતાં બીજી હાટડીઓ બંધ થઈ હતી. કાંકરેજ તાલુકમાં આવા પચાસથી વધુ ખાનગી દવાખાનામાં બે પાંચ વર્ષ નોકરી કરીને છૂટા થયેલા ધોરણ આઠ દશ પાસ-નાપાસ યુવાનો તબીબ બનીને ગામડાં પરા સોસાયટી વિસ્તારોમાં પોતાની હાટડી ખુલ્લેઆમ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે આવા બોગસ તબીબો સાહેબની ગાડીના ડ્રાઈવર સુધ્ધાંને નિયમિત હપ્તા આપતા રહે છે એટલે જ તેમની આ હાટડી ચાલે છે તેવું ખુલ્લેઆમ કહે છે.તાલુકા હેલ્થ ઓફિસરના આ પગલાં પછી સાચી તપાસ થાય તો કાંકરેજ તાલુકામાથી વધુ બોગસ તબીબો પકડાય તેવું લોકો કહી રહ્યા છે.કાટેડિયાના બોગસ તબીબ સામે થરા પોલીસ સ્ટેશને ફરિયાદ થયાનું જાણવા મળે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.