એસટી બસના મોટાભાગના રૂટ બંધ રહેતા ખાનગી વાહનચાલકોને ઘી કેળા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારીએ સામાન્ય માણસનું જીવન દોજખમાં મૂકી દીધું છે. ચાર તબક્કાનું લોકડાઉન અમલી થતા સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોડી બની જવા પામી છે. ધંધા રોજગાર બંધ થઈ જતા ઘરમાં પુરાયેલો સામાન્ય માણસ બેબસ અને લાચાર બની ચુક્યો છે. હાલમાં અનલોક ૦૧ અમલી બનાવવામાં આવ્યું છે. જોકે લોકડાઉન ૪ માં શરતી છૂટછાટ આપવામાં આવતા આ સમય ખાનગી વાહન ચાલકો માટે ફાયદાકારક સાબિત થયો છે.
એક તરફ એસટી બસો બંધ રહેતા ખાનગી વાહન ચાલકો એ મોકાનો ભરપૂર લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવી છે મન ફાવે તેમ ભાડા વસુલ કર્યા હતા ત્યારબાદ એસટી બસો શરૂ કરવામાં આવી છે પણ સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, ઉપરાંત સરકારના નિયમ મુજબ બસમાં માત્ર ૩૦ જેટલા મુસાફર બેસાડવાની શરતોના કારણે એસટી નિગમ પણ વધુ મુસાફરોને નિયત સ્થળે પહોંચાડી શકતું નથી જોકે આનો ફાયદો ખાનગી વાહન ચાલકો ઉઠાવી પોતાના વાહન ઇકો, રીક્ષા અને જીપ માં ઘેટાં બકરા જેમ ૨૦ થી ૨૫ મુસાફરો ભરી રહ્યા છે. જેમાં સોસીયલ ડિસ્ટન્સના કોઈ નિયમોનું પાલન થતું નથી. આ મામલે જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરાઈ છે કે સરકાર વધુ બસના રૂટ શરૂ કરાવી આમ પ્રજાને લૂંટાવાની સાથે કોરોના મહામારીથી પણ બચાવે. હાલમાં સરકારમાં ઓનલાઇન શિક્ષણ, કોમ્યુટર કલાસને લઈ ગ્રામ્ય વિસ્તારો માંથી શિક્ષણ મેળવવા હજારો વિધાર્થીઓ સીટીમાં આવતા હોય છે. ખરીદી કે નોકરી સહિતના અન્ય કામે મુસાફરોની સતત આવા ગમન રહે છે પણ બસોના અભાવે તેમને ત્રણ ઘણું ભાડું ચૂકવવું પડે છે. આ ઉપરાંત હીરાના કારખાના શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ શહેર તરફ આવતા હોઇ ખાનગી વાહન ચાલકોની ભાડાની લૂંટનો ભોગ બને છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે જાગૃત બની ખાનગી વાહન ચાલકો ના ભાડાના ચોક્ક?સ દર નક્કી કરે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જતી તમામ બસોના રૂટ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરે તો કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન પીસાયેલ આમ આદમી લૂંટાતો બચે તે અત્યન્ત જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.