ઉત્તર ગુજરાતમાં ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગઢવી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત પાંચ ઇસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, થરાદ : સરહદી રેન્જ ભૂજના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીની સુચના તથા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સુચના અને માર્ગ દર્શન મુજબ બનાસકાંઠા જિલ્લામાં બનતા ધાડ, લુંટ, ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એચ.પી. પરમારે અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારના ગુનાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે માહીતી મેળવી તાજેતરમાં જિલ્લામાં બનેલ ઘરફોડ તથા લુંટના બનાવો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પો.કો. પ્રકાશભાઇ જોષીની બાતમી આધારે એલસીબી, પાલનપુરના હેડકોન્સ મહેશભાઇ સરદારભાઇની ટીમના હેડકો નરેશભાઇ તથા દીગ્વિજયસિહ તથા પો.કો. પ્રકાશભાઇ, અમરસિહ, ઓખાભાઇ તથા જયપાલસિંહ વિગેરે માણસોએ થરાદ સાંચોર ચાર રસ્તા ખાતે નાકાબંધી દરમ્યાન પ્રાણઘાતક હથિયારો સાથે લુંટ કરવા નીકળેલ દિયોદર પંથકની ગઢવી ગેંગના હીતેશભાઇ રાંમભાઇ દેવકરણભાઇ ગઢવી રહે.મૂળ ચીભડા તા.દિયોદર હાલ રહે.થરા, નંદનવન સોસાયટી તા. કાંકરેજ, અશુભા ઉર્ફે અશુભાઇ રામભાઇ દેવકરણભાઇ ગઢવી રહે.મૂળ ચીભડા તા.દિયોદર હાલ રહે. થરા, નંદનવન સોસાયટી તા.કાંકરેજ, હકાજી સ્વરૂપજી ઠાકોર રહે.ચીભડા, આથમણા વાસ તા. દિયોદર, મહેશજી બચુજી ઠાકોર રહે.જોરાપુરા તા.ડીસા હાલ રહે.થરા, મારૂતીનગર સોસાયટી તા. કાંકરેજ, આકાશસિંહ શ્યામસિંહ સરદાર (લુહાર) રહે.થરા, ઇન્દ્રનગર પ્લોટમાં તા.કાંકરેજવાળાઓને પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઇ ધાડ, લુંટના ગુનાને અંજામ આપે તે પહેલાં પકડી લીધા હતા. આ ઇસમોના કબજામાંથી હથિયારો કબજે કરવામાં આવેલ છે. તેમના સામે થરાદ પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ-૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૧, ૪૦૨ મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. આરોપીઓની ધરપકડ કરી એલસીબી દ્વારા કુલ-૧૨ વણઉકેલ્યા મંદીર ચોરીના ગુનાઓ શોધી કાઢેલ છે. અને તેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ-૦૯ તથા પાટણ જિલ્લાના કુલ-૦૨ તથા મહેસાણા જિલ્લાના કુલ-૦૧ ગુનાઓ શોધી કાઢેલ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.