૨.૪૦ કરોડના ડોર ટુ ડોર કચરા કલેકશન કૌભાંડનો અહેવાલ રજૂ કરવાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટ પરથી કચરો-ગંદકી નિકાલ કરવાની કામગીરીમાં રૂપિયા ૨.૪૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના પ્રકરણમાં આજદિન સુધી તપાસ થઇ નથી. ત્યારે શાસકપક્ષ ના નગરસેવકે ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજ માં ડોર ટુ ડોર કચરા કલેકશન માં રૂપિયા ૨.૪૦ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની રાવ ખુદ શાસક પક્ષના નગરસેવક અમૃતભાઈ દાઢીએ તારીખ ૨૬/૨/૨૦૨૦ના રોજ કમિશ્નર મ્યુનિસિપાલીટી, ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી. જોકે ત્રણેક માસનો સમય વિતવા છતાં આ પ્રકરણમાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હજુ સુધી સ્વયં સ્પષ્ટ સાથેનો અહેવાલ સરકારમાં રજુ થયેલ નથી. ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન નગરસેવક અમૃતભાઈ દાઢીએ એકવાર ફરી બાંયો ચડાવી છે.
નગરસેવક અમૃતભાઈ જોશીએ પાલનપુર નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર સતિષભાઈ પટેલને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તમામ રેકર્ડ આપની ઓફિસમાં ઉપલબ્ધ હોવા છતાં અને આપ ઓફિસના વડા હોવા છતાં આ પ્રકરણમાં લાંબો સમય વિતવા છતાં હજુ સુધી અહેવાલ સરકારમાં મોકલવામાં આવેલ નથી. તે બાબતને દુઃખ અને ગંભીર ગણાવી તેઓએ રૂપિયા ૧૪૩૦ રોકડા ભરીને રેકર્ડ મેળવી મહેનત કરી આ કૌભાંડને ઉજાગર કરેલ છે. ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયા ૨૪૦ લાખ વસુલવાની રજૂઆતને ધ્યાને લઇ કોઈ કર્મચારી પાસે નહીં પણ આપ જાતે સ્વંય સ્પષ્ટ અભિપ્રાય સરકારમાં રજૂ કરો તેવી માંગ કરતા ફરી એક વાર ડોર ટુ ડોર કચરા કલેકશન કૌભાંડ ચર્ચાની એરણે ચડ્‌યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.