વ્યવસાય વેરો ન ભરનાર રીઢા બાકીદારોની મિલકતો સીલ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરનાર ૩૦૦ ઉપરાંતના રીઢા બાકીદારોને નોટીસ ફટકારવા છતાં વેરો ન ભરતા પાલિકાએ મિલ્કતો સીલ કરવાનું શસ્ત્ર ઉગામ્યું હતું. પાલિકાએ ૩ મિલકતો સિલ કરતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં  ૮ હજાર ઉપરાંતની વ્યવસાય કારોની નોંધણી થયેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ૩૦૦ ઉપરાંતના વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વેરો પાલિકામાં ભરતા ન હતા. જેના પગલે પાલિકાના વ્યવસાય વેરા અધિકારી કમલેશભાઇ દ્રીવેદી દ્વારા ૩૦૦ ઉપરાંતના રીઢા બાકીદારોને નોટીસ ફટકારી મિલકતો સિલ તેમજ બેંક એકાઉન્ટને ટાંચમાં લેવાની જાણ કરવામાં આવી હતી.
આમ છતા રીઢા બાકીદારો દ્વારા આ બાબતની કોઇ ગંભીરતા ન લેતા આજરોજ પાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા પાલનપુર શહેરમાં આવેલ ત્રણ મિલ્કતોને સિલ કલવામાં આવતા અન્ય બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.