વહેલી સવારથી હવામાનમાં પલટો બટાકા કાઢવાની સીજન પુરજોશમાં ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ફરી વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે. ડીસા પંથકમાં અત્યારે બટાકા કાઢવાની સીજાં પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં વરસાદની આગાહી દિલ્હી ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 25 અને 27 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી હતી. જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી હતી. જે મુજબ ડીસા પંથકમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સુસવાટા મારતો પવન પણ ફૂંકાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત સાથે શરૂઆતમાં જ માવઠા જેવો માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં પણ વધારો થયો છે અને એક જ દિવસમાં તાપમાન 4.1 ડિગ્રી તાપમાન વધી જતા આજે ડીસામાં લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.

ડીસામાં ત્યારે બટાકા કાઢવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં બટાટાનો જથ્થો ખેતરોમાં પડેલો છે. ત્યારે આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી ખેડૂતો માવઠા જેવા માહોલથી ચિંતિત બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.