મુડેઠા ગામે પોલીસ અને બીએસએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ
લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબંધ બની છે. જે અંતર્ગત ડીસા તાલુકાના મુડેઠા ગામે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં ભીલડી પીએસઆઇ, એ.કે.દેસાઈ, બીટ જમાદાર, પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. જેમાં મુડેઠા ખાતે ગામના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ચૂંટણીઓને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ઉપરાંત બીએસએફની ટુકડીઓએ ફ્લેગ માર્ચ કરી હતી.