પાલનપુર ડીસા હાઇવે પર સ્ટ્રીટ લાઇટની ડિપોઝીટ ભરવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં સને-૨૦૧૬માં ઓજી વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા રૂ.૬૨૧ લાખની માતબર રકમની ગ્રાંટ ફાળવાઈ હતી. જોકે, માત્ર રોડ-રસ્તા ના કામોને વિકાસનો પર્યાય ગણતી નગરપાલિકા દ્વારા ડીસા હાઇવેથી જોડનાપુરા સુધીના સ્ટ્રીટ લાઈટના પોલ માટેની રૂ.૨ લાખની ડિપોઝીટ છેલ્લા બે વર્ષથી ન ભરતા સ્ટ્રીટલાઈટની કામગીરી ખોરંભે ચડી છે. ત્યારે અંધકારમાં ગરકાવ લોકોની વ્હારે આવતા પાલિકાના નગરસેવક અમૃત દાઢીએ પાલિકા પ્રમુખ સમક્ષ સત્વરે ડિપોઝીટ ભરવાની માંગ કરી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં સને-૨૦૧૫માં ડીસા હાઇવે પર દેવનાપુરા- જોડનાપુરા સહિતનો વિસ્તાર નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ કરાયો હતો. આ નવીન હદ વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા સ્પેશિયલ ગ્રાંટ ઓજી વિસ્તારની રૂ.૬૨૧ લાખ સને-૨૦૧૬ માં ફાળવાઈ હતી. ત્યારે નગરપાલિકાના સદસ્ય અમૃતભાઇ જોશીએ ડીસા હાઇવેથી જોડનાપુરા સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની કામગીરી કરાવવા રજુઆત કરી હતી. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા હાઇવે બનાસ બેંકથી નગરપાલિકાની હદ દેવપુરા-જોડનાપુરા સુધી સ્ટ્રીટ લાઇટ પોલની કામગીરી કરવા માટે ડિપોઝિટ રૂપિયા બે લાખ ડિમાન્ડ ડ્રાફ્‌ટથી ભરવા માટે મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાને તા.૪-૯-૨૦૧૮ ના રોજ લેખિત પત્ર દ્વારા જાણ કરાઇ હતી.
દરમિયાન ઘણો લાંબો સમય વિતવા છતાં નગર પાલિકાને કરોડો રૂપિયાની જુદી જુદી યોજના હેઠળ પ્રજાની સુખાકારી માટે ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં હજુ સુધી આ રૂપિયા બે લાખ નેશનલ હાઇવેમાં ડિમાન્ડ ડ્રાફ્‌ટથી ભરવામાં આવેલ ન હોઈ હાઇવેથી એન્ટ્રી થતાં વાહનોને નવીન સ્ટ્રીટ લાઇટો નાંખવામા ન આવતા ભારે હાલાકી પડી રહી છે. આ વિસ્તાર જોડનાપુરા, દેવપુરા, સહયોગ સોસાયટી, ખોડિયારનગર, નવદુર્ગા સોસાયટી, ગુરૂનંદન વિલા સોસાયટી, બાલાજી પાર્ક, શ્રીજી ફ્‌લેટ, પરફેક્ટ સોસાયટી, જલારામ મંદિર, સ્વાગત સિટી સોસાયટી, અંકિત સોસાયટી સહિતના વિસ્તારો આવેલ છે. આ વિસ્તારમાં રહેતા પ્રજાજનો અને વેપારીઓને રાત્રિના સમયે પાલનપુર શહેરમાંથી અવરજવર કરવી પડતી હોઈ આ બાબતની ગંભીર નોંધ લઈ કામગીરી તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ અમૃત જોશી દ્વારા કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.