પાલનપુર : ટાકરવાડા પાસે ડેરીના ટેન્કરની અડફેટે બાઈક ચાલકનું મોત.

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસડેરીમાં નોકરી કરતો વિપ્ર યુવકને ઘરે જતા કાળ ભરખી ગયો.
 
રખેવાળ, પાલનપુર
બનાસડેરીમાં નોકરી કરતો વિપ્ર યુવક ફરજ બજાવી પોતાના વતન તરફ બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે ટાકરવાડા પાસે ડેરીના દૂધના ટેન્કર સાથે થયેલા અકસ્માતમાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
 
કાંકરેજ તાલુકાના રાનેર ગામનો હરેશ ભાઈ સોમાભાઈ દવે નામનો વિપ્ર યુવક બનાસડેરીમાં ઇલેક્ટ્રીક ટેકનેશિયન તરીકે ફરજ બજાવતો હતો. જે શુક્રવારે સાંજે ૪ વાગે ફરજ બજાવી પોતાના બાઈક પર રાનેર જવા નીકળ્યો હતો. જોકે, ટાકરવાડા પાસે દૂધના ટેન્કરે બાઈકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં વિપ્ર યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. વિપ્ર યુવકના અવસાનને પગલે તેના પરિવારજનો પર તો આભ તૂટી પડ્યું હતું. પોલીસે મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં પોષ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.