પાલનપુરના નવાગંજ માર્કેટમાં ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરના નવા ગંજ માર્કેટમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાતો હોવાની માહિતી આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે રેડ કરતા જુગાર રમતા આઠ નબીરાઓ ઝડપાઇ ગયા હતા.બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલા નવા ગંજબજારમાં ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતી આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં પૂર્વ પોલીસ સ્ટાફના માણસો રાજેશભાઇ, ગુલાબસિંહ, સંજયસિંહ, મહેશભાઇ તથા નરેશપુરી સહિતની ટીમે દરોડો કરતા જુગાર રમતા આઠ જુગારીયાઓને જુગાર સાહિત્ય તથા મોબાઇલ ફોન – ૯ કિમત રૂ.૪૭ હજાર તથા ગુનામા વપરાયેલ સાધનો ૫ કિમત રૂ.૧.૭૫ લાખ તથા રોકડ રકમ રૂ.૧,૦૪,૭૦૦ મળી કુલ રૂ.૩,૨૬,૭૦૦ ના મુદ્દામાલ સહિત જુગારીયાઓને ઝડપી લઇ તમામ સામે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે જુગારધારા એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.