પશુપાલકોના મોઘા પશુધનને બચાવવા બનાસ ડેરી સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે તે સંજોગોમાં પશુપાલકોના મોઘા પશુધનને  આંચ ન આવે તે માટે બનાસડેરી પણ સક્રીય થઈને તેના ૨૪૦ વેટેરીનરી ડોક્ટરોની ટીમને ખડે પગે તૈનાત કરવામાં આવી છે.
તા.૨૫.૦૩.૨૦૨૦ પહેલાં સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી દૈનિક ૧૨૦૦ જેટલા બિમાર પશુઓની સારવાર માટેની સ્પે.વિઝીટો પશુપાલકો દ્વારા નોધાવવામાં આવતી હતી અને તેની સારવાર કરવામાં આવતી હતી પરંતુ હાલમાં કોરોના મહામારીના સંક્રમણ સમયે ખાસ કરીને બનાસ ડેરીના દૂધ ઉત્પાદકોના મોઘા પશુઓને સમયસર સારવાર મળી રહે તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વેટ. ડોક્ટરોને અને સમગ્ર કર્મચારીઓને કામગીરી બદલ પ્રોત્સાહિત કરેલ છે.
આવી મહામારીના ભયાનક વાતાવરણમાં પશુઓની સારવાર દિવસ-રાત સમયસર કરવામાં આવે છે જેથી હાલમાં જરૂરિયાતમંદ પશુપાલક સમયસર બિમાર પશુઓની વિઝીટ નોધાવે છે અને ઝડપીમાં ઝડપી સારવાર આપીને મોઘા પશુઓને બચાવી લેવાની નેમ બનાસ ડેરીએ લીધેલ છે. ત્યારે અન્ય ડોક્ટરો પાસેથી સારવાર મેળવતા હતા તે પણ હાલમાં બનાસ ડેરીના વેટ.ડોક્ટરોની સેવાનો લાભ લેવાનું શરૂ કરતાં દૈનિક ૩૦૦ વિઝીટનો વધારો થવાના કારણે દૈનિક ૧૨૦૦ વિઝીટો આવતી હતી તેની જગ્યાએ દૈનિક ૧૫૦૦ વિઝીટો આવે છે અને સમયસર સારવાર આપીને પશુઓને સાજા કરીને દૂધ ઉત્પાદકોને થતું આર્થિક નુકશાન અટકાવવા સાથે સાથે કોરોના મહામારીમાં લોકો ન સપડાય તે અંગેની જાગૃતિ આપીને તથા ફીડબેક કોલ કરી બનાસ ડેરીના વેટ.ડોકટરો ઝુંબેશના રૂપમાં સારવાર કરી રહ્યા છે.
આમ હાલમાં જિલ્લામાં તમામ ધંધા બંધ થઇ ગયા છે ત્યારે બનાસ ડેરી દ્વારા સમયસર દૂધ ખરીદવું,બનાસ દાણ પહોંચાડવું અને ગ્રાહકોને દૂધ અને દૂધની બનાવટ પુરી પાડવી તેમજ બિમાર પશુઓને ઝડપભેર સારવાર કરીને પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ બનાસ ડેરીના કર્મચારીઓ અને નિયામક મંડળના સભ્યશ્રીઓ ધન્યવાદને પાત્ર બન્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.