ધાનેરાના અનાપુરગઢ ગામના ખેડૂત દ્વારા બાગાયત ખેતી સાથે પર્યાવરણનું જતન : વર્ષે લાખો રૂપિયાની આવક

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરી ખાવાની મજા કંઈક અલગ હોય છે.ધાનેરા તાલુકાના એકમાત્ર ખેડૂત કેરીનું વેચાણ કરી ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.તાલુકાના મોટા ભાગના ગામડા હવે ખેતી વગર વિરાન બની રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ભૂગર્ભના તળ ઊંડા જતા હવે માત્ર ખેતી પાક માટે વરસાદી પાણી પર નિર્ભય રહેવું પડે છે.જયારે આનપુરગઢ ગામના પ્રભુદાસ પટેલ ભૂગર્ભના પાણી નહિ રહે તેને લઈ આજથી ૨૦ વર્ષ પહેલાં ચેતી ગયા હતા અને આજે ઓછા પાણીમાં પણ વર્ષ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પ્રભુદાસ એ પર્યાવરણ પ્રેમી છે.હાલના સમયમાં ધાનેરા તાલુકામાં પણ ૪૪ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઇ રહ્યું છે. આજે બે રોકટોક વૃક્ષો કપાઈ રહ્યા છે.જેના કારણે ધાનેરા તાલુકા સહિત નજીકના ગામોમાં ચોમાસા ઋતુ દરમિયાન પૂરતો વરસાદ પણ થતો નથી. જેથી વધુને વધુ વૃક્ષો વવાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા આશયથી પ્રભુદાસએ પોતાના ખેતરમાં શરૂઆતમાં ૪૦૦ અને ગત વર્ષોમાં ૨૦૦ જેટલા આંબા વાવ્યા હતા. જેના કારણે આજે પ્રભુદાસ ઘરે બેઠાજ કેરીના વેચાણ માટે વેપારીઓ આવી લાખો રૂપિયા આપી આંબા પર લાગેલી કેરીની ખરીદી કરી રહ્યા છે.કેરી પણ એક જાતની નહીં પણ કેસર, રાજાપુરી, બદામ, તોતા સહિતની લચલી કેરી કોઈ પણ ના મોં મા પાણી લાવે એ રીતે આંબા પર લટકેલી નજરે પડી રહી છે.આ ખેડૂત પણ કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના મળમૂત્રમાંથી દવા ખાતર બનાવી આંબાના છોડને તૈયાર કરી રહ્યા છે. વૃક્ષપ્રેમી પ્રભુદાસએ તો પોતાના ખેતરમાં વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી તો કરીજ છે પણ સાથે વર્ષે ૭ લાખ જેટલી આવક પણ મેળવી રહ્યાં છે. જયારે આ વર્ષે બનાસડેરી દ્વારા ૧ કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાકમાં માત્ર ૨૫ ટકા જેટલી રકમ આપી વધુને વધુ વૃક્ષો વાવવા માટે આ ખેડૂત પોતાના ખેડૂત મિત્રને વિનંતી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.