થરાદ પોલીસ સ્ટેશનના બેવટા ગામથી ૯,૭૨,૪૫૦ ની કિંમતના પોશડોડાનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : આઈ.જી.પી. બોર્ડેર રેન્જના સુભાષ ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન અને બી.એસ.સુથાર પોલીસ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમની સૂચના આધારે સાયબર ક્રાઈમના પોલીસ ઇન્સપેક્ટર વી.એસ.પટેલ તથા પી.કે.ઝાલા પો.સ.ઇ., એચ.એન.પટેલ પો.સ.ઇ.અને સાયબર ક્રાઇમની તેમજ આર.આર.સેલ ની ટીમ બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આર.આર.સેલ, ભુજના પોલીસ સ્ટાફના પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલની બાતમી આધારે પોષડોડાનો મોટો જથ્થો પકડી પાડેલ છે. આ કામગીરીમાં વી.એસ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, પી.કે.ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેકટર,પો.સ.ઇ. એચ.એન. પટેલ, એ.એસ.આઇ. હીરેન અનુભાઇ, પો.કો. જગદીશભાઇ મગનભાઇ, પો.કો. દિલીપસિંહ ભમરસિંહ, પો.કો. કલ્પેશકુમાર છોટાભાઇ ધરમપાલસિંહ જનકસિંહ,પો.કો. બાબુભાઇ નારાણભાઇ, ડ્રાઇવર રોહીતભાઇ રામજીભાઇ તથા આર.આર.સેલ, ભુજના પોલીસ સ્ટાફના પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલ તથા પો.કો. અનિરુધ્ધસિંહ ચંન્દ્રસિંહ તથા પો.કો. ગીરીશભાઇ પ્રતાપભાઇ ડ્રાઇવર પો.હે.કો. મહાવીરસિંહ ગંભીરસિંહ એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજના પો.કો. રજાકભાઇ આમદભાઇ તથા પો.કો. ગોપાલભાઇ ગેલાભાઇ જોડાયેલા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.