ડીસામાં લોકડાઉનમાં અપાયેલી છૂટમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા  : કોરોના મહામારી દરમિયાન ત્રણ તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયું હતું અને લોકડાઉન ચાર હાલમાં શરતી અમલી બનાવવામાં આવ્યું છે. જો કે લોકડાઉન ચારમાં કેટલીક બાબતોમાં છૂટ આપવામાં આવી છે પરંતુ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પણ તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં ડીસામાં ઉમટી પડેલી ભીડમાં લોકો સોસીયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો નજરે ચડ્‌યા હતા. ડીસામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આગળ બુધવારે બેન્કિંગ અર્થે ઉમટી પડેલી જનમેદનીમાં સોસીયલ ડિસ્ટનશનો સતત અભાવ જોવા મળ્યો હતો. લોકો એક સાથે ટોળા સ્વરૂપે ઉભા રહી સરકારના કાયદાની એસી તેસી કરી બિન્દાસ ઉભા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અન્ય બજારમાં પણ આવી હાલત જોવા મળી હતી. જેથી લોકોની માનસિકતાને લઈ કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.