ડીસામાં પ્રભુદાસ ભુદરદાસ જવેલર્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ- 2023 અંતર્ગત વિજેતાઓને ઇનામ અપાયા
ડીસામાં વર્ષોથી ગ્રાહકોમાં શાખ ધરાવતા અને સોના ચાંદીના દાગીના ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રભુદાસ ભુદરદાસ જવેલર્સે ગુણવત્તા અને હોલમાર્ક થકી ગ્રાહકોનો ભરોસો જાળવી રાખ્યો છે તેમજ અવનવી સ્કીમો દ્વારા ગ્રાહકોને અનેક લાભ પણ તેઓ આપતા રહે છે ત્યારે વર્ષ 2022 અને બાદમાં સૌભાગ્ય સુવર્ણ ઉત્સવ 2023 અંતર્ગત તેમના દ્વારા સોનાના દાગીનાની ખરીદી સાથે ઈનામી યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં દાગીના સાથે અપાયેલ ઈનામી કુપનમાં અનેક ભાગ્યશાળી ગ્રાહકો વિજેતા બન્યા હતા.જે તમામ ગ્રાહકોને શુક્રવારે ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં ચારેક ગ્રાહકોને એક્ટિવા, બે ગ્રાહકોને બુલેટ અને એક ગ્રાહકને ટાટા સફારી ગાડી ઈનામી યોજનામાં લાગી હતી.
એક્ટિવા વિજેતાઓ
(1)પ્રજાપતિ દયારામભાઈ માવજીભાઈ રહે. ડીસા
(2) દેસાઈ ડાહ્યાભાઈ જોરાભાઈ નોગોહ રહે.ખરડોસણ
(3) મોદી દેવચંદભાઈ સી.
રહે. ડીસા
(4) દેસાઈ વિજયભાઈ ઈશ્વરભાઈ રહે. ભોયણ
બુલેટના વિજેતા
(1) દેસાઈ ઈશ્વરભાઈ જીવભાઈ રહે. શુંડા
(2) દેસાઈ અજયભાઈ કુરશીભાઈ રહે. સાવિયાણા
તેમજ આ યોજનાના બમ્પર ઇનામ ટાટા સફારી ગાડીના વિજેતા દેસાઈ કેશરભાઈ ભીખાભાઈ (રહે.મડાણા ડાંગીયા) બન્યા હતા તેમજ 20 જેટલા ગ્રાહકોને લેપટોપ પણ ઇનામમાં લાગ્યા હતા. પ્રભુદાસ ભુદરદાસ જવેલર્સ પરિવાર દ્વારા તમામ વિજેતાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.