ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ગામમાં ધવલ ત્રિવેદી નામનો પ્રાઈવેટ શિક્ષક રઘુવંશી લોહાણા સમાજના આગેવાન મુકેશભાઈ  મનહરલાલ ઠક્કરની દિકરીનું અપહરણ કરીને લઈ ગયેલ.પરંતુ તેની આજદિન સુધી કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી નથી.સરકાર દ્વારા સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે. છતાં સીબીઆઈ કે પોલીસ નફફટ શિક્ષકની ભાળ મેળવી શકી નથી. જેથી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે અને સરકાર સામે સમાજની દિકરીને શોધવામાં આવે તેવી માંગ સાથે લડત ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ગઈકાલે શનિવારે ડીસા નાયબ કલેકટરને જલારામ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સાત દિવસમાં લોહાણા સમાજની દિકરીને શોઘીને અપહરણ કરનાર લંપટ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને  જો અમારી માંગણી  પુરી  નહીં થાય તો નાછુટકે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સમગ્ર જવાબદારી રાજય સરકારની રહેશે તેવો રોષ પણ ઠાલવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.