ડીસાની આકાશ સોસાયટીમાં લીકેજ ગેસનો બાટલો સળગી ઉઠતાં ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે.

ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ હતી. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા. મોડી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભુકી ઉઠી હતી.

આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતાં ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યાર બાદ માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળીનું મોત થયું છે. જ્યારે પરિવાર અને માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.